બંધન-મુક્તિ
કેટલીક વાર વ્યક્તિ સાવ નિર્દોષ હોય કે નાની ભૂલ ને કારણે પોલીસ લોક-અપમાં ફસાય છે. તો ઘણીવાર લાગણીશીલતા ને કારણે ઈમોશનલ બ્લેકમૈલીંગ ના શિકાર થતા હોયછે.
 
અન્ય પરિસ્થિતિમાં વ્યક્તિ સારી જોબની આશાએ વિદેશ જાયછે અને ત્યાં પોતાની ગરીમાથી સાવ હલકી કક્ષાનું કામ કરવા તેને મજબૂર કરાય છે. ક્યારેક અપહરણથી માણસ બંધનમાં પડે છે.
 
આવી પરિસ્થિતિમાં આ મંત્ર ઘણો ફાયદાકારક છે. જ્યાં સુધી મુક્તિ થાય નહીં ત્યાં સુધી મંત્ર જાપ કરતા રહેવું. બંધનમાં પડેલ વ્યક્તિ ને બદલે તેના પતિ/પત્ની કે લોહીની સગાઇ વાળા વ્યક્તિ આ મંત્ર કરી શકે છે.
 
સાવધાની :
માત્ર મંત્ર ઉપર આધાર રાખી રાહ જોતા રહેવાનું નથી. બીજા કાયદાકીય કે શુદ્ધબુદ્ધિના ઉપાયો કરવાની સાથે મંત્ર નો લાભ લેવો.