સંતતિ

અમારું લગ્ન થયે ૮ વર્ષ વીતી ગયા છતાં અમારે કોઈ સંતાન નથી. અમારા બંનેના જન્માક્ષર ની વિગતો મોક્લુંછું. અમારા નસીબમાં ક્યારે સંતતિ સુખ મળે તેમ છે તે જણાવવા મહેરબાની કરશો.
 
અમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો તેનું નિરાકરણ થાય તેવા ઉપાય સૂચવવા વિનંતી.
 
 
તમારા બંનેની કુંડળી મેં તમારા પ્રશ્નના અનુસંધાનમાં તપાસી છે.
 
 
સ્ત્રી ની કુંડળીમાં પાંચમું સ્થાન તેની કુંખ એટલે કે સંતતિ નું ઉત્પત્તિ સ્થાન છે. જયારે પુરુષની કુંડળીમાં ૧૧ મુ સ્થાન તેને મળનાર સંતાન સુખ નું સુચન કરેછે.
 
તમારી કુંડળીમાં પંચમ ભાવમાં રાહુ અને લાભ ભાવમાં શનિ પડેલ છે. આ શનિ ની દ્રષ્ટિ તમારા ચંદ્ર તેમજ પંચમ ભાવ ઉપર પડે છે તેના કારણે તમને સંતાન સુખ મોડું મળે અને તે વિષે ચિંતા રહ્યા કરે તે સ્વાભાવિક છે.
 
તમારા પતિની કુંડળી માં રાહુ અગિયારમાં લાભ સ્થાન માં છે. જ્યારે લાભેશ શનિ બનેલ છે. રાહુ પાપ ગ્રહ મનાય છે અને શનિ મંદ ગ્રહ હોવાથી જે તે ભાવ સૂચિત બાબતોના ફળ મળવા વિષે અવરોધ ઉભા કરે છે.
 
બંનેની કુંડળીમાં સંતતિ સુચક બાબતો ઉપર રાહુની અસર છે અને ખાસ કરીને તમારા પતિની કુંડળીમાં ૧૧મે રહેલ રાહુ કાર્મિક બને છે. અગર તેમના પિતાનું અવસાન સામાન્ય ન હોતા અકસ્માત કે ટૂંકા આયુશે અસાધારણ સંજોગોમાં થયું હોય અને તેમને હિંસક જાનવરોના, નાગના  કે બિસ્માર સ્થિતિના જુના મકાનો કે બિહામણા સ્થાનોનાં સ્વપ્ના આવતા હોય તો તેમના કુટુંબમાં પિતૃ દોષ હોવાની સંભાવના વધુ છે.
 
જો આમ હોયતો કોઈ સારા કર્મકાંડી બ્રાહ્મણ પાસે પિતૃ દોષ નિવારણ ની વિધિ કરાવવી હિતાવહ રહેશે. ત્યાં સુધી તમારા ઘરથી ચાલીને જવાય તેટલા અંતરમાં પીપળા નું વૃક્ષ હોય તો તેને જળ ચઢાવવાનું શરુ કરો. જરૂર લાભ થશે
 
શનિ ની દ્રષ્ટિ વિલંબ કરે પરંતુ અગર સ્ત્રી ભ્રુણ  હોય તો તેનો વિરોધ કરતો નથી.
 
નવેમ્બર ૨૦૧૧ માં તમારા પતિને ગુરુની મહાદશા શરુ થશે તે સમયે સંતતિ લાભ થવાના યોગ થશે.
 
http://www.gujjoojyotish.com/research