Jupiter Transit * Jupiter Transit in Leo * સિંહસ્થ ગુરુ 


ધનુ રાશિના જાતકો માટે 
(ભ / ધ  અને ફ)

ધનુ રાશિ વાળા જાતકો ને ગુરુ નું આ ગોચર તેમના જન્મ ચંદ્રથી નવમ સ્થાનમાં થશે . 

એટલે કે લગ્નેશ અને ચતુર્થેશ નું ભ્રમણ ચંદ્રથી નવમ સ્થાન પર થશે.

આરોગ્ય 
છાતી તથા મસ્તક બાબત તકલીફ હોય તેમને તબિબી ઉપચારની સાથે સાથે અન્ય ઉપાયોથી ફાયદો થાય . 

વિદ્યાભ્યાસ 
સિવિલ એન્જીનીયરીંગ, આર્કીટેક્ચર, હોટેલ મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમ માટે સુંદર સમય.

નોકરી-વ્યવસાય 
રીઅલ એસ્ટેટ, હોલીડે-હોમ, ટૂરીંગ, કન્સલ્ટન્ટ, ન્યાય વગેરે ક્ષેત્રે કામ કરનાર વ્યાવસાયિકો માટે સાનુકુળ સમય. 

દામ્પત્ય
મધુર દામ્પત્ય નો લાભ મળે. કન્યા પક્ષના સગાઓ ની દાખલ ઓછી રહે તેમ કરવું. પુન: વિવાહ ઇચ્છુકો માટે સારો સમય.

કુટુંબ 
કુટુંબ વૃદ્ધિ બાબત હાલ ધીરજ રાખવી પડે. માતાને ધાર્મિક સ્થળો ની યાત્રા કરાવી શકાય. 
 
સ્થાવર મિલકત 
પોતાનું મકાન વસાવવાની ઈચ્છા પૂરી કરી શકાય. જેઓ પોતાના મકાનમાં વસવાટ કરતા હોય તેઓ રીનોવેશન કે વધારાનો માળ વગેરે કરાવી શકે. 

વિશેષ :
ચંદ્રનું ભાગ્ય સ્થાન માં ગોચર, જીવન માં નસીબની યારી અપાવનાર સાબિત થાય.  

અગત્યનું કામ કરવા જતા અગાઉ માતાના આશીર્વાદ લેવાથી ફતેહ મળશે.