Jupiter Transit * Jupiter Transit in Leo * સિંહસ્થ ગુરુ 

૧૪ જુલાઈ થી ગુરુ નિરયન કર્ક રાશિ વટાવી ગોચરમાં સિંહ રાશિમાં પ્રવેશે છે. તમારી જન્મ ચંદ્ર રાશી માટે ગોચરનો ગુરુ કેવું ફળ આપશે તે વિષે અહીં માહિતી આપેલ છે. 

અહીં રાશિ એટલે  જન્માક્ષરમાં ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિ સમજવી - અંગ્રેજી છાપા માં જન્મ તારીખ મુજબ જે રાશિ આવે છે તે સમજવાનું નથી.  વળી જન્મ રાશિ ઉપરથી માત્ર દિશા નિર્દેશ જેવી માહિતી મળી શકે. વ્યક્તિના પોતાના જન્માક્ષરમાં જન્મના ગુરુ સાથે તથા અન્ય ગ્રહો સાથે ગોચરનો આ ગુરુ કેવા યોગ ઉભા કરશે તે વધુ સારી રીતે જોઈ શકાય. 

મેષ રાશિના જાતકો માટે 
(અ / લ અને ઈ)


મેષ રાશિ વાળા જાતકો ને ગુરુ નું આ ગોચર તેમના જન્મ ચંદ્રથી ૫માં સ્થાનમાં થશે. 

એટલે કે ભાગ્યેશ અને વ્યયેશ નું ભ્રમણ ચંદ્રથી પાંચમા સ્થાન પર થશે.

આરોગ્ય 
પગના ઢીંચણમાં તકલીફ હોય તો knee-replacement જેવી સારવાર કરાવવાની થાય. 

વિદ્યાભ્યાસ 
તબિબિ અભ્યાસ માટે વિદેશ જવાના યોગ ઉભા થાય. ઇન્ટર્નશીપ માટે અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોસ્પિટલ માં જવાનું થાય. 

પીએચડી કરતા હોય તેઓ આ વર્ષમાં ડીગ્રી મેળવવામાં સફળતા મેળવી શકે. સંશોધન ક્ષેત્રમાં કામ કરનાર જાતકોને સિદ્ધિ મળે. 

નોકરી-વ્યવસાય 
નોકરી વ્યવસાય માં સ્થાનાંતર થી લાભ થાય. 

દામ્પત્ય
વિધવા/વિધુરો માટે પુનર્વિવાહ ની સંભાવના બની શકે. વિદેશી વ્યક્તિ સાથે પ્રેમ પ્રસંગો બને. 

કુટુંબ 
ની:સંતાન જાતકો માટે દાકતરી ઉપચારથી સંતાન જન્મની અનુકુળતા બને. શુભ પ્રસંગો ઉજવાય.
 
સ્થાવર મિલકત 
યાત્રી-નિવાસ, ધર્મશાળા, ગેસ્ટ હાઉસ કે સાધના કુટીર , યોગાશ્રમ અથવા રીટ્રીટ હાઉસ વગેરે બનાવવામાં કે સભ્યપદ માટે ખર્ચ થાય. સંતાનોને મકાન બનાવવામાં આર્થિક મદદ કરવી પડે.  

વિશેષ :
ચંદ્રનું પંચમમાં ગોચર, જીવન નો નોંધપાત્ર સફળતા વાળો સમય ગણી શકાય. 

જેઓ આર્થિક/ધાર્મિક ગોબાચારી માટે જેલવાસ ભોગવતા હોય તેમને પેરોલ પર મુક્તિ મળી શકે. 
 
જેઓ વિષ્ણુ ભગવાન અને સરસ્વતી ની પૂજા આરાધના કરતા હોય તેમના માટે આ ગોચર વિશેષ લાભ દાયક થશે.