Jupiter Transit * Jupiter Transit in Leo * સિંહસ્થ ગુરુ 



કન્યા રાશિના જાતકો માટે 
(પ / ઠ અને ણ)

કન્યા રાશિ વાળા જાતકો ને ગુરુ નું આ ગોચર તેમના જન્મ ચંદ્રથી બારમા સ્થાનમાં થશે . 

એટલે કે ચતુર્થેશ અને સપ્તમેશ નું ભ્રમણ ચંદ્ર બારમાં સ્થાન પર થશે.

આરોગ્ય 
છાતી અને પેઢુંમાં તકલીફ મહેસુસ થાય તો જરૂરી તબિબી તપાસ માં આળસ કરવી નહિ. 

વિદ્યાભ્યાસ 
અભ્યાસ માટે વિદેશ જવાના યોગ ઉભા થાય. 

નોકરી-વ્યવસાય 
નોકરી વ્યવસાય માં સ્થાનાંતર ને કારણે વતન તથા કુટુંબથી દૂર રહેવાનું થાય. 

દામ્પત્ય
માતા અને પતિ/પત્ની વચ્ચે કલેશ થવાથી અંગત જીવનમાં કડવાશ પ્રસરે નહિ તેની તકેદારી રાખવી પડશે. 

કુટુંબ 
સંતાન ઉચ્ચ અભ્યાસ માટે દૂર રહેવા જાય તેવું બને. પત્ની પણ સંતાન નું ધ્યાન રાખવા સાથે જાય અને તેથી કુટુંબથી દૂર રહેવાનું થાય.
 
સ્થાવર મિલકત 
સ્થાવર મિલકત વેચવાની પરિસ્થિતિ સર્જાય પણ ઇચ્છિત કિંમત મળવાની શક્યતા જણાતી નથી. હજી રાહ જોવી પડે .  

વિશેષ :
ચતુર્થેશ અને સપ્તમેશ ચંદ્ર નું બારમાં સ્થાનમાં   ગોચર, ખાસ કરીને કૌટુંબિક જીવન માં અશાંતિ અને ઉચાટનો અનુભવ કરવાનાર બને.

કુટુંબથી દૂર હોવાથી અજ્ઞાતવાસ જેવો અનુભવ થાય. 
 
માતા-અને પત્ની વચ્ચે સમતોલ વ્યવહાર રાખવાની કઠીન કળા તમારે શીખવી પડશે.