Jupiter Transit * Jupiter Transit in Leo * સિંહસ્થ ગુરુ 



કર્ક રાશિના જાતકો માટે 
(ડ  અને હ)


કર્ક રાશિ વાળા જાતકો ને ગુરુ નું આ ગોચર તેમના જન્મ ચંદ્રથી બીજા સ્થાનમાં થશે .

એટલે કે ષષ્ટમેશ અને ભાગ્યેશ નું ભ્રમણ ચંદ્ર બીજા પર થશે. 

આરોગ્ય 
થાયરોઇડ કે ગાળામાં ઇન્ફેક્શન ના થાય તે માટે કાળજી રાખવી પડશે. આંખમાં નંબર વધે. 

વિદ્યાભ્યાસ 
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં online ટેસ્ટ માં સારી સફળતા મળે. બેન્કિંગ કે ઇન્સુરંસ વિષેના અભ્યાસમાં ઉચ્ચ અભ્યાસ/તાલીમ ની તક મળે. આ સમય ગાળામાં સારી આવક શરુ થાય.   

નોકરી-વ્યવસાય 
નોકરી વ્યવસાય માં પ્રમોશન મેળવવામાં સફળતા મળે. આવક વૃદ્ધિ થાય. જેઓ સ્વપરાક્રમથી આગળ વધવા માગતા હોય તેમના માટે સારો સમય.

દામ્પત્ય
અન્ય વ્યક્તિ સાથેના સંપર્કોથી દામ્પત્ય જીવનમાં ખટરાગ કે વહેમ નું વાતાવરણ થવાની શક્યતા હોવાથી ઝગડાને ઉગતો જ ડામી દેવો યોગ્ય રહેશે. રિસાઈ ને દૂર જવું નહીં. 

કુટુંબ 
કટુંબવૃદ્ધિ, સંતાન લાભ થાય. પ્રસુતિ માટે જીવનસાથી થી દૂર રહેવું પડે ત્યારે વાતચીત સંપર્ક સારો રાખવો. 
 
સ્થાવર મિલકત 
પોતાની આવક આધારિત જમીન મકાન ખરીદી શકાય . હપ્તા ભરવા પડે.  

વિશેષ :
ચંદ્રનું દ્વિતીય માં ગોચર, આર્થિક આવક ઉભી કરવા વિષે સફળતા વાળો સમય ગણી શકાય. 

દામ્પત્ય જીવનમાં સુમેળ જાળવી રાખવા વિશેષ કાળજી લેવી રહી. 
 
 જે બહેનો નો ભરણ-પોષણ નો દાવો ચાલતો હોય તેમને સારી રકમ મળે તે માટે ગજેન્દ્ર મોક્ષ નો પાઠ કરવાથી  વિશેષ લાભ દાયક થશે.