Jupiter Transit * Jupiter Transit in Leo * સિંહસ્થ ગુરુ 


કુંભ રાશિના જાતકો માટે 
(ગ / સ  અને શ)

કુંભ રાશિ વાળા જાતકો ને ગુરુ નું આ ગોચર તેમના જન્મ ચંદ્રથી સપ્તમ સ્થાનમાં થશે . 

એટલે કે દ્વિતિયશ અને લાભેશ નું ભ્રમણ ચંદ્રથી સપ્તમ સ્થાન પર થશે.

આરોગ્ય 
આ સમયગાળામાં આરોગ્ય જળવાઈ રહે.

વિદ્યાભ્યાસ 
એમબીએ, પ્રચાર-પ્રસાર, public administration, Political Science જેવી વિદ્યાશાખાઓ માં અભ્યાસ કરનારાઓ માટે સારો સમય.

નોકરી-વ્યવસાય 
સરકારી નોકરી, રાજકીય નેતાગીરી, મેરેજ બ્યૂરો, Relationship Counselling વગેરે ક્ષેત્રોમાં કામ કરનાર માટે સકારાત્મક સમય. 

દામ્પત્ય
મધુર દામ્પત્ય ભોગવવા માટે નો ઉત્તમ સમય. પ્રેમ ને પરિણય માં સ્થાયી બનાવાવા માટે સાનુકુળતાઓ .

કુટુંબ 
કુટુંબ વૃદ્ધિ અને સહજીવન નો આનંદ અનુભવી શકાય. 
 
સ્થાવર મિલકત 
સ્થાવર મિલકત માંથી ભાડાની આવક ઉભી કરવામાં સરળતા જોવા મળે. જૂની મિલકત સારી કિંમતે વેચી શકાય. 

વિશેષ :
ચંદ્રનું સપ્તમ સ્થાનમાં માં ગોચર, દામ્પત્ય જીવન નો સુવર્ણકાળ કહી શકાય. 

આર્થિક પ્રગતિ સુનિશ્ચિત કરી શકાય.  
 
આ રાશી વાળા જાતકોને પ્રેમ સંબંધો બાબત સૌથી વધુ ફાયદો થવાની આશા રાખી શકાય.