Jupiter Transit * Jupiter Transit in Leo * સિંહસ્થ ગુરુ 



મકર રાશિના જાતકો માટે 
(ખ  અને જ)

મકર રાશિ વાળા જાતકો ને ગુરુ નું આ ગોચર તેમના જન્મ ચંદ્રથી અષ્ઠમ સ્થાનમાં થશે . 

એટલે કે તૃતીયેશ અને વ્યયેશ નું ભ્રમણ ચંદ્રથી અષ્ઠમ સ્થાન પર થશે.

આરોગ્ય 
પ્રજનન તંત્ર ઇન્ફેક્શન અને પ્રોસ્ટેટ જેવી તકલીફો સહન કરવાની થાય. 

વિદ્યાભ્યાસ 
અભ્યાસ માટે વિદેશ ગયેલ વિદ્યાર્થીઓ ને મુસાફરી અને વિસા અંગે અનિશ્ચિતતાનો અનુભવ કરવો પડે. સ્કોલરશીપ વગેરે મેળવવામાં મુશ્કેલી જોવા મળે. 

નોકરી-વ્યવસાય 
નોકરી વ્યવસાય માં અનિચ્છનીય સ્થાનાંતર થી ઉચાટ થાય. ઓફીસ પોલીટીક્સ નો ભોગ બનવું પડે. 

દામ્પત્ય
વિદેશી વ્યક્તિ સાથે સંબંધમાં હતાશા નો અનુભવ થાય. પતિ/પત્ની સાથે કચ-કચ થયા કરે. 

કુટુંબ 
સહોદરો તથા પિતરાઈ સાથેના સબંધ બગાડે તેવા વિષયો ઉખેળવા નહિ. 
 
સ્થાવર મિલકત 
સહિયારી મિલકતની વહેંચણી વગેરે માટે ઉતાવળ કરવી નહિ. વારસાઈ મિલકત માટે વિઘ્ન આવી શકે. 

વિશેષ :
ચંદ્રનું અષ્ટમ માં ગોચર, તબિયત વિષે ચિંતા ઉભી કરનાર બની શકે. ભૂત પ્રેત વગેરે ની પીડા થઇ શકે.  

મિલકત બાબત કાનૂની દાવ પેચ માં પરાજય જોવો પડે. 

મુસાફરી માં તેમજ કોન્ટ્રેકટ માં સાચવવું પડે.