લક્ષ્મી મંત્ર

જ્યારે કુટુંબની મુખ્ય વ્યક્તિ, જેના ઉપર પરિવારના ભરણપોષણની જવાબદારી હોય, મુશ્કેલીમાં મુકાય છે ત્યારે તેની અસર ઘરના સૌંની સુખાકારી ઉપર થાય છે. આ સમયે શ્રી મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી અવશ્ય લાભ થાય છે - આર્થિક તંગી દૂર થાય છે.
 
આ ઉપાસના માં માતા લક્ષ્મીના આઠરૂપોની ઉપાસના કરવાની છે.
 
 • શુક્રવારની સાંજે સ્નાન કરી ઘરના દેવસ્થાન માં બાજઠ ઉપર લાલ વસ્ત્રનું સ્થાપન પાથરી તેની ઉપર અષ્ટગંધ થી આઠ પાંખડી વાળું ફૂલ બનાવવું (મંડલ) તેની બાજુમાં ચોખાની ઢગલી કરી તેની ઉપર એક લોટમાં જળ ભરી મુકવો. 
 • કળશ પાસે હળદળથી કમળ બનાવી તેના ઉપર લક્ષ્મીજીની મૂર્તિ પધરાવવી 
 • માતાના ફોટો આગળ સોના-ચાંદીના સિક્કા મુકવા 
 • દાડમ તથા બીજા ફળ અને બરફી મીઠાઈનો પ્રસાદ ધરાવવો.
 • દીપ ધૂપ અર્પણ કરવા
 • બાજુમાં આપેલ મંત્ર એક પછી એક જાપ કરી ફૂલ- કંકુ તથા ચોખા ચઢાવતા જવું.
 • આ પ્રમાણે ૧૪વાર કરવાનું છે.
 • પૂજા પછી માતાની આરતી કરવી.
 • આ ઉપાસના નો પ્રસાદ માત્ર ઘરના માણસોને જ વહેચવાનો છે બહારના માણસોને આપવાનો નથી.
 • પૂજા-ઉપાસના માં કોઈ ભૂલ થઇ હોય તો તે માટે ક્ષમા પ્રાર્થના કરવી.
 • ૧૬ શુક્રવાર સુધી આ પ્રમાણે કરવું. 
 
 

 
 
 
 
- ॐ आद्यलक्ष्म्यै नम:

- ॐ विद्यालक्ष्म्यै नम:

- ॐ सौभाग्यलक्ष्म्यै नम:

- ॐ अमृतलक्ष्म्यै नम:

- ॐ कामलक्ष्म्यै नम:

- ॐ सत्यलक्ष्म्यै नम:

- ॐ भोगलक्ष्म्यै नम:

- ॐ योगलक्ष्म्यै नम: