આધ્યાત્મિક વિકાસ માટે મંત્ર પ્રયોગ
જેમને પોતાનો આધ્યાત્મિક વિકાસ કરવાની દિવ્ય પ્રેરણા થઇ હોય તેમના માટે આ મંત્ર છે. 
 
આ મંત્રની સાધના શરુ કરતા પહેલા પોતાના ગુરુદેવ તેમજ ઈષ્ટદેવને પ્રાર્થના કરી સાધનામાં તેમની કૃપાનિ યાચના કરવી.
 
શ્રી વિઘ્ન વિનાશક ગણેશજી ને પ્રણામ કરી પ્રાર્થના કરવી કે તમારી સાધના નિર્વિઘ્ન પૂર્ણ થાય.
 
ઇશાન ખૂણામાં ઓમકાર નું ચિત્ર રાખી તેની સામે સુખાસનમાં બેસવું. પોતાની બેઠક થી થોડે દૂર પાછળની તરફ ઘી નો દીવો એવી રીતે રાખવો કે તેનો પ્રકાશ ઓમકાર ના ચિત્ર પર પડે પણ પોતાની આંખ ઉપર નહિ. 
 
ઓમકારને નમસ્કાર કરી ૧૦૮ વાર આ મંત્રનો જાપ મનમાં કરવો. આંખો ખુલ્લી રાખવી.
 
૧૧ દિવસ આ પ્રમાણે ખુલ્લી આંખે ઓમકારનું દર્શન કરતા કરતા જાપ કરવા.
 
૧૧ દિવસ પછી રોજ પાંચ વાર ખુલ્લી આંખે અને પછી આંખ બંધ રાખી ઓમકારનું માનસિક દર્શન કરતા કરતા જપ કરવા.
 
આ પ્રમાણે ૧૧૦ દિવસ સતત કરવું જેથી મંત્ર સિદ્ધ થાય છે. 
 
સિદ્ધ થયા પછી જ્યારે પણ યાદ આવે ત્યારે રોજીંદી કામગીરી કરતા કરતા મનમાં જાપ કરતા રહેવું.
 
 
 

 
 
|| ॐकारम बिंदु संयुक्तं
नित्यम ध्यायन्ति योगिना:
मोक्षदं  कामदं चैवं
ॐकाराय नमो नाम: ||