ધ્યાન દ્વારા ગ્રહદોષ નિવારણ


 
આપણે જાણીએ છીએ કે જ્યોતિષ અનુસાર જુદા જુદા ગ્રહોના જુદા જુદા તરંગો (ધ્વની તેમજ તેજ) હોયછે અને મનુષ્યના જીવન ઉપર ગ્રહોની અસર આ તરંગો મારફત જ થાય છે.
વાતાવરણમાંથી આવતા આ તરંગો શરીરની ચામડી ની નીચે આવેલ ભ્રાજક પિત્ત નામના રસાયણ ના સંયોજન થી મનુષ્યના શરીરમાં પ્રવેશે છે. કયા તરંગો ને શોષવા તથા કયા તરંગોને અવરોધવા તે આ ભાજક પિત્ત દ્વારા નક્કી થાય છે.
 
આમ આપણે સમજી શકીએ છીએ કે જો આપણે આપણા શરીરના ભાજક પિત્ત ની ગુણવત્તામાં ફેરફાર કરી શકીએ તો આપણે જુદા જુદા ગ્રહોની આપણને થતી અસર પણ વત્તી ઓછી કરી શકીએ.
 
હવે પ્રશ્ન એ થાય કે આ ભાજક પિત્ત ને કેવી રીતે પ્રભાવિત કરી શકાય ?