Jupiter Transit * Jupiter Transit in Leo * સિંહસ્થ ગુરુ 




મીન રાશિના જાતકો માટે 
(દ  અને ચ)

મીન રાશિ વાળા જાતકો ને ગુરુ નું આ ગોચર તેમના જન્મ ચંદ્રથી ષષ્ટમ સ્થાનમાં થશે . 

એટલે કે લગ્નેશ અને દશમેશ નું ભ્રમણ ચંદ્રથી ષષ્ટમ સ્થાન પર થશે.

આરોગ્ય 
પગના માં તકલીફ હોય તો ડાયાબીટીસ ની ચકાસણી જરૂર કરાવી લેવી.  

વિદ્યાભ્યાસ 
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારો દેખાવ કરી શકો. 
તબિબી સર્જરી માટે ના ઉચ્ચ અભ્યાસ માટે સારો સમય.

નોકરી-વ્યવસાય 
નોકરી વ્યવસ્યમાં પ્રગતિ થાય. વીમો અને ફાયનાન્સિંગ પ્રોફેસનલ્સ માટે પ્રગતિશીલ સમય. 

દામ્પત્ય
આરોગ્ય અને મિલકત ની પળોજણ ને કારણે દામ્પત્ય જીવનમાં શાંતિ રાખવી મુશ્કેલ બને. પત્નીની બચત ધોવાઇ જાય. 

કુટુંબ 
કટુંબ નિયોજન નો ફાઈનલ તબક્કો. માંદગી તથા સારવાર ને કારણે દોડા દોડી રહે. 
 
સ્થાવર મિલકત 
વિલ વારસાથી મળવાપાત્ર મિલકત માટે કાનૂની માર્ગ અપનાવવો પડે. મિલકત ને કારણે સગા-સ્નેહીઓ સાથે અણબનાવ ઉભો થાય. 

વિશેષ :
ચંદ્રનું છટ્ઠા સ્થાનમાં માં ગોચર સગાઓમાં વેર ઉભું કરાવે.  

નોકરીયાતો પ્રગતિ અને લોન વગેરે માટે સાનુકુળતા થાય.