Jupiter Transit * Jupiter Transit in Leo * સિંહસ્થ ગુરુ 


મિથુન રાશિના જાતકો માટે 
(ક / છ  અને ઘ )


મિથુન રાશિ વાળા જાતકો ને ગુરુ નું આ ગોચર તેમના જન્મ ચંદ્રથી ત્રીજા સ્થાનમાં થશે . 

એટલે કે સપ્તમેશ અને કર્મેશ નું ભ્રમણ ચંદ્રથી ત્રીજા પર થશે.

આરોગ્ય 
વાતાવરણ ની એલેરજી કે સ્વસન તંત્ર ની તકલીફ થી સાવધાની રાખવી જોઇશે. 

વિદ્યાભ્યાસ 
પ્રોફેશનલ અભ્યાસક્રમ માટે અન્ય શહેરમાં જવાનું થાય. સોશિયલ સાઈટ પર વિજાતીય વ્યક્તિઓ સાથે ચેટીંગ માં સમય વેડફાય નહિ તેનું ધ્યાન રાખવું.  

નોકરી-વ્યવસાય 
નોકરી વ્યવસાય માં સ્થાનાંતર થી લાભ થાય. પાર્ટનરશીપ માં વ્યવસાય માટે ના કરાર કરી શકાશે. 

દામ્પત્ય
વ્યવસાય નોકરીના સ્થળે કે અડોશ પડોશ માં પ્રેમ પ્રસંગો બને. અવિવાહીતો માટે વિવાહ માટે સાનુકુળતા. 

કુટુંબ 
ભાઈ ભાડું સાથે સુમેળ જળવાઈ રહે. પત્નીથી દૂર રહેતા હોય કે અણબનાવ ચાલતો હોય તો તેમાં સમાધાન થાય અને ફરી સાથે રહેવાનું શક્ય બને. 
 
સ્થાવર મિલકત 
મકાન બદલવાનું થાય. સંયુક્ત પરિવારની મિલકત વેચી વિભક્ત કુટુંબમાં રહેવાનું થાય.   

વિશેષ :
ચંદ્રનું ત્રીજા સ્થાનમાં ગોચર, સંવાદ, સમજુતી, રજૂઆત દ્વારા દામ્પત્ય જીવન સુધારવાનો અવસર ગણી શકાય. 

જેઓ પોતાના વતનથી દૂર રહેતા હોય તેઓ માટે ફરી સ્થાન ફેર થઇ શકે. 
 
જેઓ અંગત જીવનમાં પોતાની પત્ની ની તથા વ્યવસાયમાં પાર્ટનરની સલાહ માનતા હોયતેઓ માટે આ ગોચર વિશેષ લાભ દાયક થશે.