નાડી દોષ 


અમે બંને એક બીજાને પ્રેમ કરીએ છીએ અને અમારો સ્વભાવ એક બીજા ને ઘણો અનુકુળ છે પરંતુ અમારા વિવાહ માટે જયારે કુંડળી મેળાપક કરવામાં આવ્યું તો જ્યોતિષ કહે છે કે અમારૂ લગ્ન સફળ થઇ શકે તેમ નથી.
સમાન નાડી નો દોષ છે તેમ તેનું કહેવું છે.
 
અમે શું કરી શકીએ ?  કોઈ ઉપાય છે જેનાથી આ દોષ નું નિરાકરણ થાય ?
 

' ડૂબતો તરણું ' પકડે તેમ જાતક જ્યારે મુશ્કેલ સમય માંથી પસાર થતો હોયછે ત્યારે તેની વિવેક શક્તિ કંઇક અંશે કુંઠિત બની ગઈ હોય છે અને તે આ સામાન્ય બુદ્ધિની બાબત પણ સમજી શકતો નથી અને એક સાવ ઓછું ભણેલ જ્યોતિષી જે અષ્ટમ પષ્ટમ સમજાવે તે માની લે છે.

 
વિવાહ સંદર્ભે કરવામાં આવતા કુંડળી  મેળાપકમાં અષ્ટકૂટ ના આઠ અંગોમાં ગણ, ભૃકુટ અને નાડી- આ ત્રણેયને સર્વાધિક મહત્ત્વ અપાયું છે. આ ત્રણ માય નાડીના ૮ ગુણ હોય છે. જ્યારે વાર-વધુની બંનેની નાડી એકજ હોય તો તેને નાડીદોષ માનવામાં આવેછે. સમાન નાડી ના કિસ્સામાં ના ફક્ત આઠ માંથી શૂન્ય ગુણ અપાય છે પરંતુ પ્રસ્તાવને અયોગ્ય માનવામાં આવે છે.
 
એ પણ હકીકત છે કે પુરા મેળાપક ના કોઈ એક જ અંગ ને આટલું એક તરફી નિર્ણાયક મહત્વ આપવું યોગ્ય કહી શકાય નહિ.
 
નાડી ત્રણ પ્રકારની હોય છે અને જુદા જુદા નિષ્ણાતો તેને જુદી જુદી બાબતો ની ઘોતક માને છે. કોઈ તેને આવેગ, ઉદ્વેગ અને સંવેગની ઘોતક માને છે તો કેટલાક તેને સંકલ્પ, વિકલ્પ અને પ્રતિક્રિયાની ઘોતક માને છે. વળી કેટલાક તેને શરીરની પ્રકૃતિ સાથે જોડે છે જે વાત, પિત્ત અને કફ ગણાય છે. અહી માનસિક ગુણ ની સરખામણીએ શારીરિક પ્રકૃતિ સાથે વધુ સાયુજ્ય માની શકાય.
 
આમ જ્યારે વર વધુની એક જ  નાડી હોય ત્યારે તેમની પ્રકૃતિ સમાન હોવાનું અનુમાન કરાય છે. આવા બે વ્યક્તિઓ ના મિલનથી જે તે પ્રકૃતિના ગુણની અધિકતા એક વિકાર બને અને ગર્ભ ધારણ કે તેના વિકાસ માં બાધારૂપ બને તેવું માનવામાં આવેછે.
 
આદિ નાડી, મધ્ય નાડી અને અન્ત્ય નાડી એમ નાડીઓ ત્રણ પ્રકારની  હોય છે. તેમાં મધ્ય નાડી ને પિત્તની ગણવામાં આવેછે જે સમાન હોતા સંતાન ઉત્પત્તિ માટે વિશેષ દોષ કારક મનાય છે.  
 
હવે તમારી પાસે બે વિકલ્પ છે
 
(૧) સમાન નાડી હોવાછતાં તેના કેટલાક અપવાદ પણ છે. તમારા જ્યોતિષીને કહો કે તે આ અપવાદ પણ ચકાસી જુએ.
 
(૨) સંતાન ઉત્પત્તિ ને લાગે વળગે છે ત્યાં સુધી તમારે આયુર્વેદના સારા નિષ્ણાત તબીબ પાસે તમારા ત્રિદોષ નો ઉપચાર કરાવવો .
 
http://www.astrogujju.com/research