પ્રેમની પીડા ને સમજીએ 
 

 
મારી આ વેબસાઇટ ઉપર જે પ્રશ્નો મને મળે છે તેમાં પ્રેમ માં નિરાશ થયેલ યુવાનો ના પ્રશ્નો વધુ હોય છે. આથી આ વિષય ને થોડો આધ્યાત્મિક પરિપેક્ષમાં ચકાસવાનો પ્રયાસ અહી કરેલ છે. ગધા-પચીસી વટાવી ગયા પછી પણ જેમને પ્રેમ ની પીડા થતી હોય અને જિંદગી ના પ્રશ્નો માંથી જેમને કઈક ઉચ્ચ ગુણ શીખવાની ઇચ્છા હોય તેમના માટે આ લેખ છે.

જિંદગીમાં કોઈને પહેલી વાર મળો અને પ્રેમ થઈ જાય અને પછી વાસ્તવિક જીવનમાં અનેક વિરોધાભાસ ઊભા થાય અને સુખ કરતાં દૂખ જ વધુ જણાય અને છતાં તમે આ સંબંધ માથી છૂટી શકો નહીં.. સંજોગો તમને ફરી ફરી એજ વ્યક્તિ સામે લાવી ને ઊભા રાખે.. ત્યારે સમજુ કે આવું કાઇ અમસ્તું જ બનતું હોતું નથી..

આ સમસ્યા ને સમજવા માટે આપણે જીવનની કેટલીક પાયાની બાબતો સમજવી પડશે - જેમ કે જીવન શું છે ?કર્મ નો સિદ્ધાંત અને ઋણાનુબંધ શું છે ? આપણે જેને આપણું અસ્તિત્વ કે  " હું " તરીકે જાણીએ છીએ તેમાં ચેતના ના કયા કયા સ્વરૂપ સમ્મિલિત હોય છે. જેમ કે શુદ્ધ આત્મા, આત્મા, હ્રદય, મન, ઇગો વગેરે 
(ઋણાનુબંધ અને જીવન વિષે વધુ અહી વાંચો )

આપણું એક સનાતન સ્વરૂપ છે જે સત-ચિત-આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે. આ શુદ્ધ ચૈતન્ય પોતાનો એક અંશ જુદા જુદા planes ઉપર અનુભવ માટે મોકલે છે. આ જગત ઉપર ભૌતિકસ્તરે અનુભવ લેવા જે અસ્તિત્વ આવે છે તેને આપણે આત્મા કે જીવાત્મા કહીએ છીએ.

આપણો આત્મા જુદા જુદા જનમો દરમ્યાન જિંદગીના અનુભવો માથી ઉચ્ચ ગુણ નો વિકાસ કરતો રહે છે. અને આ બધા અનુભવો જિંદગી ના અન્ય વ્યક્તિ સાથે ના વ્યવહારમાથી નીપજે છે. અરસ-પરસ ના વ્યવહારોમાંથી ઋણાનુબંધ સર્જાય છે.

જનમો જનમ ની સફર દરમ્યાન આત્મા ઉચ્ચ ગુણોનો વિકાસ કરવાની સાથે સાથે અન્ય સાથેના ઋણાનુબંધ પણ પૂરા કરી શકે તેવી રીતે જગત ની સિસ્ટમ ચાલે છે. અને એ મુજબ સાથી આત્માઓ જીવન દરમિયાન આવે છે, શીખવે છે ને શીખે છે અને એ રીતે પોતાના આત્મિક વિકાસ ની સાથે સાથે ઋણાનુબંધ પણ પૂરા કરતાં રહે છે.

આત્મા ભૌતિક જગતમાં અવતરે તે પહેલા જે તે જીવન માંથી પોતાને શું શું શીખવાનું છે તે નક્કી કરી ને(vision) આવે છે. પરંતુ આત્મા જાતે સીધે સીધો જીવન ના વ્યવહારો માં પડતો નથી તે હ્રદય સાથે સંપર્ક કરે છે. કારણ કે આત્મા ના સિલેબસ માં પ્રેમ, સહાનુભૂતિ, ધૈર્ય, સમતા, શ્રદ્ધા જેવા ઉચ્ચ ગુણ હોય છે જે મનુષ્ય માં હ્રદય સાથે નિસબત ધરાવતા હોય છે.

આત્મા તો જુદા જુદા જીવન ની સફર કરતો રહે છે અને તેનું ક્ષેત્ર બહુ વિશાળ છે તેની સામે જે તે જીવનમાં તે જેના મારફત કામ કરવા પ્રયત્ન કરે છે તે હ્રદય ઘણું સીમિત હોવાથી જ્યારે આત્મા પોતાના જીવન ના ધ્યેય માટે અતિ આવશ્યક ઘટનાઓ વિષે હ્રદય સાથે સંપર્ક સ્થાપિત કરે - તે સૂચના કે message ને આપણે પ્રેરણા કે આત્મબોધ કે intuition કહીએ છીએ.

હ્રદય પોતે સીમિત હોવાથી તેના માટે આ પ્રેરણા ને accommodate કરવું ઘણું મુશ્કેલ હોય છે.. અને તે અદ્ભુત રોમાંચ નો અનુભવ કરે છે (overwhelmed).

પ્રેમ નો અનુભવ આ કારણે અવર્ણનીય હોય છે. કારણ પ્રેમ નો ગુણ આત્માના સિલેબસ માં સૌથી અગ્રતા ક્રમે હોય છે.
 
અહીં એ વાત સમજી લેવી જરૂરી છે કે એવું નથી કે માત્ર સ્ત્રી પુરુષ નાં પ્રેમ ને જ આ બાબત લાગુ પડે છે .. હકીકત માં તો જે કોઈ સંબંધ, જે કોઈ ઘટના માં આ જીવન માટે આત્મા એ જે ઉચ્ચ ગુણ દ્રઢ કરવાનો નિર્ધાર કરેલ હોય તેવા ગુણ નો ઉપયોગ થાય, ઋણાનુબંધ કપાય તેવી પરિસ્થિતિ આવતી હોય ત્યારે આત્મા નો સંદેશ -પ્રેરણા હૃદય ને મળે છે.. અને આપણે અદભૂત રોમાંચ અનુભવીએ છીએ. 

પણ જે પ્રેરણા મળે છે તે મુજબ જીવન ને ચલાવવા નું વ્યવસ્થાતંત્ર હ્રદય પાસે હોતું નથી. જીવન ચલાવવા નું તંત્ર માણસના મન (mind) અને ઈગો (ego)પાસે હોય છે. આ કારણે હ્રદય થોડો સમય અવર્ણનીય રોમાંચ અનુભવી પછી શાંત થઈ જાય છે... અથવા કલેશ અનુભવે છે.

હ્રદય પાસેની પ્રેરણા ને લઇ મન જીવન નાં વ્યવહારો માટે ઉપયોગી વિચાર વલય નં સર્જન કરે છે. પણ આ મન ની વૃત્તિ (attitude) ઉપર પાછલા અનુભવો માંથી સારી નરસી અસર થયેલ હોવાથી અને પાંચ-ઇન્દ્રિય ની સાથે ઘરોબો હોવાથી મન તાર્કિક અભિગમ અપનાવે છે અને પ્રેરણા ને વાસ્તવિક્તાથી દૂર છે તેમ કહી અવગણવાનું શરૂ કરે છે.

જગત ની બધી હોંશિયારી ને સ્વાર્થ સાધવાની વૃત્તિ આ મન પાસે હોય છે તેથી તે હ્રદય ના પ્રેમ, સહાનુભૂતિ, ધૈર્ય, સમતા, શ્રદ્ધા જેવા ઉચ્ચ ગુણ ની વાત થી ઈગો ભડકી ઉઠે તેવા તર્ક વિતર્ક રજુ કરે છે - પ્રેમ જેવી ઉચ્ચ બાબતો ની વાત આવે કે તુરંત ઈગો ને insecurity and inferiority complex થવા લાગે છે કારણ તેમાં સહન કરવાનું કે જતું કરવાનું ને વિશાળ દિલના થવાની જરૂર પડે તેમ હોય છે. તેને હ્રદય ની વાત માનવમાં જીવન ની જે બાજી તેણે ગોઠવી છે તે બગડી જવાની બીક લાગે છે .. હવે જો જન્મો-જનમ ના અનુભવો માંથી મન પણ શીખતું શીખતું એ કક્ષા એ પહોંચી ગયું હોય તો તે હ્રદય ની વાત માની લે તે વું બને છે.. પણ મન ની પાસે તર્ક હોય છે તે ફરી બંને તરફ ની દલીલો રજૂ કરે છે.. તેથી અનિશ્ચિતા ઊભી થાય છે.. ઘડીક માં સુખ તો ઘડીક માં દૂખ નો અનુભવ થાય છે..

આ વિરોધાભાસ ને કારણે દિલ અને દિમાગ વચ્ચે વિરોધાભાસ નો વિષાદ પેદા થાય છે.

જીવન ની ગાડી જ્યારે પણ મહત્વના ગુણ કેળવાય અને પૂર્વના ઋણાનુબંધ નું આદાન પ્રદાન થઈ શકે તેવા સ્ટેશન પર આવે છે ત્યારે દિલ જેને આત્મા માંથી પ્રેરણા રૂપે સૂચના મળે છે, ખુશખુશ થઈ જાય છે.. પણ જેની પાસે execution power છે તે મન અને ઈગો તેમાં સહકાર ના આપી શકે ત્યારે વિષાદ થાય છે.. અને પછી અંતરમાં આ વિષાદ દૂર કરવાની કવાયત થાય છે .. બેચેની અનુભવાય છે .. જે હ્રદય આત્મિકસાથી પાસે થી પ્રેમ નાં આદાન પ્રદાન નો અવસર જોઈ રોમાંચિત થઈ ગયું હોય તે રડે છે .. અને અશ્રુ એ બીજું કાઇ નથી પણ મન અને દિલ ની કશમ-કશ માંથી સાર રૂપે જે સત્વ નીકળે તે છે. તેથી જ અશ્રુ વહ્યા પછી બેચેની ની વ્યથા-પીડા ઓછી થઈ હોય તેવું લાગે છે.

આ પીડા પણ છેવટે તો lessons શીખવાની પ્રક્રિયાનો એક અનિવાર્ય ભાગ જ હોય છે.. પીડા થાય નહીં તો ચેતના ઉપર જે તે ગુણ ની અસર પેદા થઈ શકે નહીં.. પીડા નો અનુભવ થાય તેનો મતલબ તો એજ છે કે આપણે કોઈ મહત્વનો પદાર્થ-પાઠ લેવાની ને જન્મો જનમ ના સાથી સાથેના ઋણાનુબંધ ના વ્યવહાર ફેંડવાની પ્રક્રિયા માંથી પસાર થઈ રહ્યા છીએ .. 

જેમનું મન વધુ મજબૂત હોય તેને હ્રદય ની વાત માનવામાં વધુ મુશ્કેલી પડે છે .. ને ભાવતીત થઈને જો તેમણે પ્રેમ નો સ્વીકાર કર્યો હોય તો તેમાથી છૂટી જવા જલ્દી જલ્દી બહાના શોધવા માંડે છે. 

દિલ અને મન ની લાગણી ને દલીલો ને સાંભળી શું આચરણમાં મૂકવું તે કામ આપણો Ego કરે છે. આ Ego પાસે પોતાના બાબતની મિથ્યા false image હોય છે.. તેની ઉપર વ્યવહારુ ને સામાજિક માન્યતાઓ ની મોટી અસર હોય છે અને તે પોતાનું અભિમાન સાચવવા હમેશ પ્રયત્નશીલ રહે છે. તેને પ્રેમ, સહાનુભૂતિ, ધૈર્ય, સમતા, શ્રદ્ધા જેવા ઉચ્ચ ગુણ સાથે માત્ર દેખાવ પૂરતો જ સંબંધ રાખવાનું પોસાય છે. આ બધા ગુણ સામે તે લઘુતા ગ્રંથિ થી પીડાય છે અને તેથી તેને 'વિવેક ' નું રૂપાળું નામ આપી અવગણવા નો નિર્ણય લેવાનું તેને ઉચિત લાગે છે.. 

પોતાને કાઇ શીખવાની જરૂર છે કે પોતાની કોઈ ઉણપ છે તેવું માનવાનું ઈગો માટે સંભવ જ હોતું નથી. sorry બોલવાનું તેના માટે બહુ કષ્ટ દાયક હોય છે. પોતે down to earth છે તેવી ભ્રમણા માં રહેવા નું તેને ગમે છે.. આત્મિક સાથી તેની સાથે કંઇક શીખવા શીખવવા આવેલ હોય તેને સમતા થી સ્વીકાર કરવાને બદલે તેની ઉપર પણ પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા પ્રયત્ન કરે છે. તે તેની કોઈ ઉણપ વિષે ઈશારો કરે તો પણ તે સ્વસ્થતાથી સ્વીકાર કરવાને બદલે તે judgemental છે તેવી દલીલ કરી તેને ઉતારી પાડે છે. 

જ્યારે બીજી તરફ આ સાથી આત્મા નો વ્યવહાર જુદો જ હોય છે - જીવન નાં બીજા વ્યક્તિ ઈગો ની આળ -પંપાળ કરે છે જ્યારે શીખવા શીખવવા આવેલ સાથી આત્મા તો ઈગો ઉપર પ્રહાર કરે છે - તેન ઈગો થી લેવા દેવા નથી હોતી તેને તો અરસ-પારસ આત્મા નાં વિકાસ ની સાથે ઋણાનુબંધ નં પ્રયોજન હોય છે.. જો આ બધી બાબતો વિષે તેને જાણકારી હોય તો તે પોતાના સાથી નાં ઈગો ને હાથે અપમાનિત થઇ ને - રડી ને - માફી માગી ને ગમે તેમ કરી ને વ્યવહાર ચાલુ રાખવા પ્રયત્ન કરે છે - કારણ ઈગો પાસે જે સ્વતંત્ર નિર્ણય શક્તિ છે તેના ભય સ્થાનો તેને ખબર હોય છે - તેને ખબર છે કે જે તે સાથી આત્મા સાથે મળેલ આ અવસર જો એળે જશે તો ફરી કયા જનમ માં મળવાનું થાય તે ખબર પડે નહિ તેવી ગહન બાબત છે.. તો ક્યાંય સુધી ઋણાનુબંધ નો ભાર લઇ ને ઢસરડા કરતા રહેવા ને બદલે તે સહન કરીને પણ બંને નાં આત્મિક વિકાસ ની તક ને સાર્થક કરવા પ્રયત્ન કરે છે. 

તો હવે તમે સમજી શકશો કે આ બધી પીડા શું છે.. ને કેમ તમારી વચ્ચે ક્યારેક ક્યારે તો વિના કોઈ કારણે દુખ નાં પ્રસંગો બને છે.? આ બધી તો હૃદય અને મન/ઈગો વચ્ચેની માથાકૂટ છે.. ને મન કે ઈગો એટલા સરળતાથી આત્માની જીવન હેતુ ની યોજના ને સમજી શકે તે શક્ય નથી .. તેમનું અસ્તિત્વ અને કદ આત્મા ની બાબતો માટે સાવ વામણું હોય છે.. 

તમે થોડી મહેનત કરો અને તટસ્થ થઈ અવલોકન કરી શકો તો થોડા ઘણી આ પ્રકાર ની શીખ તમને મળતી હોય તેવું બની શકે  :- 

  • એકબીજાની વાત ઉપર બહુ જલ્દી react કરવું નહિ. મોટે ભાગે જલ્દી કરેલી ધારણાઓ ખોટી પડે  છે. 
  • મૂર્ખાઈ ભરેલા આક્ષેપ કરવા નહિ..
  • આવા પ્રસંગો માથી ધૈર્ય નો ગુણ કેળવાય છે. 
  • શુદ્ધ પ્રેમ અને પ્રેમ નાં વ્યવહાર માં ફરક છે..તમે તેને  લખો અને તે તમને લખે .. તમે  તેને પ્રેમ કરો  અને તે તમને સામે થી પ્રેમ કરે તેવી અપેક્ષા પણ રાખવી નહિ- હશે તો હશે.. વળી એ વાત ધ્યાન રાખવા જેવી હોય છે કે દરેક વ્યક્તિ ની પ્રેમ ની અનુભૂતિ અને રજૂઆત કરવાની રીત જુદી હોઈ શકે ..
  • પોતાની સમજણ મુજબ સામેની વ્યક્તિ ના  વ્યવહાર બાબત માં observations હોય શકે છે પરંતુ જ્યાં સુધી  બંનેની સમજ કક્ષા લગભગ સમાન નાં થાય ત્યાં સુધી ઉતાવળે અભિપ્રાય બાંધવો નહિ..અન્યથા judgemental થવાના પુરા chances છે. 

તમને કેમ પીડા થાય છે કે કેમ  રડતાં રહોછો  ને કેમ miserable થઇ ને પણ પાછા એક-બીજા પાસે જાઓ છો તે કદાચ હવે સમજી શકશો. 

હવે તમને આ બધી બાબત સમજાય કે સ્વીકારી શકો  અથવા સમજી કે સ્વીકારી લીધા પછી પણ તમે તેને કેવી રીતે વ્યવહારમાં ઉતારી શકો છો તેનો બધો આધાર 

  • તમે તમારી બંનેની આત્મિક વિકાસની કઈ કક્ષાએ ભેગા થયા છો તેની ઉપર રહશે. 
  • વળી free-will ની દખલ-અંદાજી નો ખતરો તો ખરો જ. .. 
  • કયા કયા ગુણ અવગુણ ઉપર તમારે  હજી મથવાનું બાકી હોય તેની ઉપર પણ આધાર રહે છે.. 
  • કેવા કેવા ઋણાનુબંધ ને કર્મ નાં ફળ હજી બાકી છે તેની ઉપર બધો આધાર રહે છે.
ઋણાનુબંધ સરભર થઈ જાય અને જે તે સંબંધ માંથી જે કાઇ શીખવાનું હોય તે શિખાઇ જાય પછી એક દિવસ પણ વધુ પીડા સહન કરવી પડતી નથી.. 

 ઉપાય 


ઉચ્ચ આત્મિક ગુણ શીખવાની કવાયતમાં અનુભવાતી પીડા ઓછી થાય તે માટે નાં ઉપાયોમાં અમને સંમોહન એટલે કે હિપ્નોસીસ (hypno therapy) વધુ અસરકારક લાગી છે અને તેથી તેના માટે સમજ આપતી એક વેબ-સાઈટ બનાવેલ છે. હાલ માં આ સાઈટ પર અંગ્રેજી ભાષામાં માહિતી છે. થોડા સમયમાં ગુજરાતી માં માહિતી ઉપલબ્ધ થશે. જેઓ અંગ્રેજી જાણતા હોય તેઓ અત્યારે લાભ લઇ શકે છે. અહી ક્લિક કરો Hypno Remedies