સામાન્ય જ્યોતિષ સાઈટમાં હોયછે તેમ અહી ગ્રહોના કારણે બનતા પીડાકારક યોગોને બદલે લોકેને પડતી મુશ્કેલીઓના લક્ષણો ના આધારે કયા ગ્રહ કારણભૂત હોઈ શકે તે દર્શાવી તેના દોષ દુર કરવાના ઉપાયોની ચર્ચા કરીછે. જેથી એવા માણસો જેમને કુંડળીનું કે ગ્રહોના ઉચ્ચ નીચ નું જ્ઞાન ન હોય તેઓ પણ જ્યોતિષના ઉપાયો કરી પોતાની મુશ્કેલીઓ દૂર કરી શકે.
 
આપણે કોઈ સમસ્યાનું સુક્ષ્મ અવલોકન કરીએ તો જણાય છે કે સમસ્યા ઉદભવ થવાના ઘણા કારણો હોયછે. કેટલાક દેખાઈ જણાઈ આવે તેવા હોયછે. જ્યારે ઘણા કારણો આપણી ઇન્દ્રિયોની પહોંચ બહારના હોયછે. આપણે એ બાબત સમજી અને સ્વીકારી લેવી જોઈશે કે આપણી ઇન્દ્રિયોની ક્ષમતાથી પર હોય તેવી બાબતો આપણી આસપાસ મોજુદ હોય તોપણ આપણે તેને અનુભવી શકતા નથી. જેમ આપણે અંધારામાં જોઈ શકતા નથી પણ ચામાચિડિયું જોઈ શકે છે તેમ ન્ જોઈ શકાય તેવા કારણો પણ આપણી મુશ્કેલીઓ માટે જવાબદાર હોઈશકે છે. જોઈ ન્ શકાય તેવા કારણો માં - ગ્રહદોષ, વાસ્તુ દોષ, પિતૃ દોષ, કુળદેવી કે દેવતા દોષ વગેરે ગણાય છે. જે તે સમસ્યાના નિરાકરણ માટે જ્યારે આ બધા જોઈ શકાય તેવા અને જોઈ ન શકાય તેવા પરિબળોમાંથી પ્રમાણમાં વધુ અસર કરનાર કારણ પકડી શકાય ત્યારે સમસ્યાનો ઉકેલ  સફળતા પૂર્વક કરી શકાય છે.  આમ સમસ્યાનું નિદાન કરનાર વ્યક્તિને કારણોના જેટલા વધુ આયામોનું જ્ઞાન હોય તેમ ઉપાય સારી રીતે થઈ શકે.  
 
અહી અમારો ઉદ્દેશ મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરતા માણસોને મદદરૂપ થવાનો છે. કેટલાક માણસો ને જ્યોતિષમાં વધુ ભરોસો હોયછે, કેટલાક ને મંત્ર-ટોટકા માં તો કેટલાકને ધાર્મિક પ્રાર્થના-સ્તોત્રમાં વધુ ભરોસો અને શ્રદ્ધા હોય છે. ગૂઢ વિષયોમાં વ્યક્તિની આસ્થા મહત્વનું પરિબળ છે તેથી અહી સમસ્યા નિવારણ માટેના ઉપાયો વ્યક્તિની આસ્થા મુજબ જુદા જુદા પરિપેક્ષ્ય થી આપવા પ્રયાસ કરેલ છે. આપને અનુકુળ આવે તે રીતે ઉપાય પસંદ કરવો - 
 

જ્યોતિષ જાણતા નહોય તો સમસ્યાના લક્ષણ પરથી  ઉપાય 
 
 
  
 
 
 
સુખ-સગવડો અંગે 
 
સંબંધો વિષે 
 
સંપત્તિ વિષે 
 
 
 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
જેમને મંત્ર વગેરે માં
વધુ ભરોસો હોય તેઓ માટે
મંત્ર-ટોટકાથી ઉપાય
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
જ્યોતિષ જાણતા હોય 
તેમના માટે ગ્રહ આધારિત ઉપાય
 
 
દુષિત સૂર્ય માટે ઉપાય
 
દુષિત ચંદ્ર માટે ઉપાય
 
દુષિત મંગળ માટે ઉપાય
 
દુષિત બુધ માટે ઉપાય
 
દુષિત ગુરુ માટે ઉપાય
 
દુષિત શૂક્ર માટે ઉપાય
 
 
દુષિત રાહુ માટે ઉપાય 
 
દુષિત કેતુ માટે ઉપાય