Jupiter Transit * Jupiter Transit in Leo * સિંહસ્થ ગુરુ 


સિંહ રાશિના જાતકો માટે 
(મ  અને ટ)

સિંહ રાશિ વાળા જાતકો ને ગુરુ નું આ ગોચર તેમના જન્મ ચંદ્ર લગ્ન ઉપર થશે . 

એટલે કે પંચમેશ અને અષ્ઠમેશ નું ભ્રમણ ચંદ્ર લગ્ન પર થશે.

આરોગ્ય 
ડાયાબીટીસ કે અન્ય મૂત્રાશય સંબંધિત બીમારીનો ઉપચાર થાય.  

વિદ્યાભ્યાસ 
મેનેજમેન્ટ, કાનુન તથા તબિબી વિદ્યાભ્યાસ માટે સાનુકુળ સમય.  

નોકરી-વ્યવસાય 
નોકરી વ્યવસાય તથા શેર-બજાર માટે પ્રતિકુળ સમય. જૈસે-થે જાળવી રાખવું મહત્વનું રહેશે.  

દામ્પત્ય
પ્રેમમાં ઉણપ વર્તાય. વિયોગ-વિરહની અનુભૂતિ થાય. સંતાન પ્રાપ્તિમાં વિલંબ.  

કુટુંબ 
કૌટુંબિક જીવનમાં સુમેળ જાળવવા ત્યાગની ભાવના રાખવી પડશે. 
 
સ્થાવર મિલકત 
સહિયારી મિલકત કે વારસાઈ ના પ્રશ્નો નો ઉકેલ આવી શકે. 

વિશેષ :
અષ્ટમેશ પંચમેશ ચંદ્રનું લગ્ન માં ગોચર ઊર્મિ તંત્રમાં નિરાશા જનક પરિસ્થિતિ ઉભી કરે. પ્રેમીઓ ને પ્રણય-ભંગ સહન કરવાનું થાય. 

જેઓ આર્થિક/ધાર્મિક ગોબાચારી માટે જેલવાસ ભોગવતા હોય તેમને પેરોલ પર મુક્તિ મળી શકે. 
 
જેઓ વિષ્ણુ ભગવાન અને સરસ્વતી ની પૂજા આરાધના કરતા હોય તેમના માટે આ ગોચર વિશેષ લાભ દાયક થશે.