Jupiter Transit * Jupiter Transit in Leo * સિંહસ્થ ગુરુ 


તુલા રાશિના જાતકો માટે 
(ર  અને ત)

તુલા રાશિ વાળા જાતકો ને ગુરુ નું આ ગોચર તેમના જન્મ ચંદ્રથી અગિયારમા સ્થાનમાં થશે. 

એટલે કે તૃતીયેશ અને ષષ્ટેશ નું ભ્રમણ ચંદ્ર થી અગિયારમાં સ્થાન પર થશે.

આરોગ્ય 
શ્વસનતંત્ર બાબત ની બીમારી હોય તેમને રાહત થાય તેવી સારવાર કે ઘરગથ્થું ઉપાય મળી આવે.   

વિદ્યાભ્યાસ 
જર્નાલીઝમ, કાનૂની, કોમ્પ્યુટર તથા એકાઉન્ટન્સી જેવા અભ્યાસ કરતા હોય તેમના માટે સફળતા વાળો સમય ગાળો. 

નોકરી-વ્યવસાય 
પ્રમોશન સાથે સ્થાન પરિવર્તન થવાની શક્યતા છે. 

દામ્પત્ય
અન્ય પાત્રો સાથે સંબંધ રાખવાથી ઘરમાં ઝગડા કંકાસ થાય. પતિ/પત્ની તમારું વોટ્સ અપ ચેક કરતા થાય.. સાવધાન .. શુલ્લક બાબતો માટે દામ્પત્ય જીવન માં ખોટ ઉભી થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. 

કુટુંબ 
મોસાળ પક્ષ સાથે વ્યવહારોમાં મીઠાશ વધે. દાદી તરફથી વિશેષ ફેવર મળે. 
 
સ્થાવર મિલકત 
સ્થાવર મિલકત વિષે અન્યો સાથે વિવાદ ચાલતો હોય તો તેમાં તમારી તરફેણ માં ઉકેલ આવે.  

વિશેષ :
ચંદ્રનું લાભ સ્થાન માં ગોચર, જીવન ની મહેચ્છાઓની પુરતી માટે નોંધપાત્ર સફળતા વાળો સમય ગણી શકાય. 

જેઓ આર્થિક કરારો ના વિવાદમાં ફસાયા હોય તેમને સમાધાન કરવાની તક મળે. 
 
ગોર-ગોરાણી ને વસ્ત્રદાન કરવાથી લાભ થશે.