Jupiter Transit * Jupiter Transit in Leo * સિંહસ્થ ગુરુ 




વૃશ્ચિક રાશિના જાતકો માટે 
(ન  અને ય)

વૃશ્ચિક રાશિ વાળા જાતકો ને ગુરુ નું આ ગોચર તેમના જન્મ ચંદ્રથી દસમાં સ્થાનમાં થશે . 

એટલે કે દ્વિતીયેશ અને પંચમેશ નું ભ્રમણ ચંદ્રથી દશમ સ્થાન પર થશે.


આરોગ્ય 
આંખ અને પેટ સંબંધિત અનુલોમ વિલોમ જેવા યોગાસન કે ત્રાટક વગેરે કરતા હો તો સાવધાની રાખવી. પેટ મોટું થઇ રહ્યું હોય કે આંખો સુકાતી હોય તેવું લાગે તો આ ક્રિયાઓ કરવા વિષે વિવેક રાખવો. બીજાઓ જોઈ શકે તેવી રીતે ખોરાક ખાવો નહિ અન્યથા નજર લાગવાની શક્યતા રહેશે. 

વિદ્યાભ્યાસ 
બેન્કિંગ, ઇકોનોમિકસ, multi-media જેવા અભ્યાસક્રમ માટે સફળતા સૂચક સમય ગાળો છે. આ પ્રોફેસનમાથી આવક શરુ થવાની સાનુકુળતા થશે.   

નોકરી-વ્યવસાય 
multi-media, creativity તથા શેર-બજાર તાંત્રિક તેમજ ધાર્મિક કર્મકાંડ કરવાનારા માટે આવક વૃદ્ધિ. 

દામ્પત્ય
પ્રેમીઓ માટે  વિવાહ માટે સાનુકુળતા વધે. દામ્પત્ય જીવનમાં ઈર્ષા અને વહેમ થી દૂર રહેવું. 

કુટુંબ 
ની:સંતાન જાતકો માટે આશાદાયક સમય. દાકતરી ઉપચારથી છેવટે સ્ત્રી સંતાન જન્મની અનુકુળતા બને.
 
સ્થાવર મિલકત 
જમીન મકાન વગેરે ના વ્યવહારોમાં હજી ફળ મળવામાં વિલંબ થશે. 

વિશેષ :
ચંદ્રનું કર્મ સ્થાન પર ગોચર, અનેક કામગીરી માં સફળતા જોવા મળે. 

ડાયેટિંગ કે મેદવૃદ્ધિ ના ઉપાય કરતા હોય તેમણે સાવચેતી રાખવી.