Jupiter Transit * Jupiter Transit in Leo * સિંહસ્થ ગુરુ 

વૃષભ રાશિના જાતકો માટે 
(બ / વ અને ઉ)


વૃષભ રાશિ વાળા જાતકો ને ગુરુ નું આ ગોચર તેમના જન્મ ચંદ્રથી ચોથા સ્થાનમાં થશે . 

એટલે કે અષ્ટમેશ અને લાભેશ નું ભ્રમણ ચંદ્રથી ચોથા સ્થાન પર થશે.

આરોગ્ય 
મેદસ્વી જાતકો એ આ સમય માં કોલોસ્ટ્રલ વધીના જાય તેની તકેદારી રાખવી. 

વિદ્યાભ્યાસ 
વિદ્યાભ્યાસમાં કરતા જાતકો માટે આ સમયમાં ઉચ્ચ સફળતા મેળવવી શક્ય બને. 

નોકરી-વ્યવસાય 
નોકરી માં પ્રમોશન અને વેપાર વ્યવસાયમાં પ્રસિદ્ધિ મળે. બહારગામ બદલી થયેલ હોય તેઓ વતન નજીક પરત આવી શકે. જીવન વીમા ના વ્યવસાય વાળાઓ માટે ફાયદાકારક રહેશે. 

દામ્પત્ય
જાતક યુવાન હોય તો તેમના પ્રેમી વિષે વડીલો નો સહકાર મળે અને પ્રેમ-વિવાહ ના પ્રશ્નો સરળતાથી ઉકલી શકે. 

કુટુંબ 
ની:સંતાન જાતકો માટે દાકતરી ઉપચારથી સંતાન જન્મની અનુકુળતા બને. 

જાતકની માતા ઉમ્મરલાયક હોય તો મોતિયાનું ઓપરેશન કરાવવું પડે.

સ્થાવર મિલકત 
વારસાઈ મિલકત ના પ્રશ્નો હોય તો લાભ કારક ઉકેલ આવી શકે. Real estate માંથી રોકાણ છુટું થવા હજી રાહ જોવી પડે. 

વિશેષ :
લાભેશ નું ચોથા સ્થાનમાં ગોચર, સામાજિક મોભો તથા મહત્વાકાંક્ષાની પૂર્ણતા વિષે નોંધપાત્ર સફળતા વાળો સમય ગણી શકાય. 

ગુરુજનની સેવા કરવી, આશીર્વાદ મેળવવા યથા શક્તિ દાન  દક્ષિણા આપવાથી સારો લાભ થશે.