મેશ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક. ધનુ, મકર, કુંભ, મીન  


 
આપણે રોજ છાપામાં કે ટીવી ઉપર આવતું રાશી ભવિષ્ય જોવા બેસીએ છીએ પરંતુ માત્ર ચંદ્ર રાશી ઉપરથી કહેવામાં આવતું ફળ જો સાચું હોય તો પછી વ્યક્તિગત જન્માક્ષર બનાવવાનો કે જોવાનો કોઈ અર્થ રહે ખરો ? એવો પ્રશ્ન આપણી જાતને પૂછતાં નથી !
 
'રામ ' અને 'રાવણ' બંને તુલા રાશી વાળા હતા અને જો રાશી ફળ સાચું હોઈ શકે તો બંને નો વિજય અથવા બંને નો પરાજય થવો જોઈતો હતો . પરંતુ આમ બન્યું નહિ  - બને પણ નહિ.
 
ચંદ્ર એક રાશિમાં હોય પણ તે કયા સ્થાનમાં છે, કયા ગ્રહ સાથે યુતિ, પરિવર્તન, દૃષ્ટિ જેવા સંબંધમાં આવે છે? તે તમામ બાબતો મહત્વની હોય છે.
 
રાશિફળ ની નિરર્થકતા અમે સારી રીતે જાણીએ છીએ અને તેથી જ અહી આ સાઈટ પર અમે રાશી મુજબ દૈનિક ભવિષ્ય કે સાપ્તાહિક ભવિષ્ય આપતા નથી.
 
થોભો, નારાજ ના થતા .. અમારો ઇરાદો આપને આ જનરલ રાશિ-ભવિષ્યની મર્યાદા પ્રત્યે જાગૃત કરવાનો હતો .. સાઇટ ઉપર બીજી ઘણી જાણકારી મોજૂદ છે..