hypno

http://www.hypnoremedies.org

જ્યોતિષ વિષયક વેબસાઇટ પર સંમોહન ની વાત જોઈ ને તમને થોડી નવાઈ લાગી હશે પણ વાત અજુગતિ નથી.

ઉચ્ચ આત્મિક ગુણ શીખવાની કવાયતમાં ધ્યાન માટેની વિવિધ પદ્ધતિઓની અજમાઈશ કરતાં કરતાં અમેં સંમોહન એટલે કે હિપ્નોસિસ (hypnosis) નો અભ્યાસ કર્યો અને પરંપરાગત યોગ, ધ્યાન ની પદ્ધતિઓ ની સરખામણી માં અમને હિપ્નોસિસ વધુ અસરકારક, વૈજ્ઞાનિક અને સરળ લાગ્યું. હિપ્નોસિસ ખરેખરતો ચેતનાની અવસ્થા બદલવાની (altered state of awareness) વૈજ્ઞાનિક પદ્ધતિ છે.

મારી આ વેબસાઇટ ઉપર જે પ્રશ્નો મને મળે છે તેનું અવલોકન કરતાં દેખાય છે કે મોટા ભાગની સમસ્યાઓ પાછળ હતાશા, dipression, નિરાશા, આત્મવિશ્વાસ નો અભાવ, નકારાત્મક અભિગમ જેવી મનોસ્થિતિ જવાબદાર હોય છે.

આવી પરિસ્થિતિમાં ગમે તેટલા શાબ્દિક સલાહ સૂચન આપો, કોઈ ફરક પડતો નથી. અરે વ્યક્તિ પોતે પણ માને છે કે 'હતાશ થવાનું કારણ નથી અને સમય બદલાશે એટ્લે પરિસ્થિતી પણ બદલાશે ' પણ વળી પાછો ઉદાસીમાં વ્યાકુળ થઈ જાય છે.

આવી મનોદશા પાછળ કયા કારણો હોઇ શકે તે બાબત ઘણા પ્રયત્ન કર્યા પછી એક કારણ એવું જણાઈ આવ્યું કે - બેચેની, ઉચાટ અને હતાશાના એટેક અર્ધજાગ્રત મનમાંથી આવે છે જ્યારે જે મન સલાહ સૂચન સાથે સંવાદ કરે છે તે વ્યક્તિનું જાગ્રત મન હોય છે. આ કારણે વ્યક્તિ ઉદાસ ન થવાનું વિચારે, નક્કી કરે તેમ છતાં તે વિચાર કે નિર્ણય તેના જાગૃત મનનો વિષય હોવાથી અને જાગૃતમન ની સત્તા અર્ધજાગૃત મન ઉપર ચાલતી નહીં હોવાથી શાબ્દિક સલાહ સૂચન કે વ્યક્તિની પોતાનો નિર્ણય પણ ખાસ કારગત થતાં નથી. હવે આવી પરિસ્થિતિમાં કેવી રીતે મદદરૂપ થવું તે તેની શોધ ખોળ દરમ્યાન હિપ્નોસિસ ઘણું ઉપયોગી જણાઈ આવ્યું છે.

આથી આ હિપ્નોસિસનો લાભ કેવી રીતે લઈ શકાય તે સમજ આપતી એક વેબ-સાઈટ અમે બનાવેલ છે. હાલ માં આ સાઈટ પર અંગ્રેજી ભાષામાં માહિતી છે. થોડા સમયમાં ગુજરાતી માં માહિતી ઉપલબ્ધ થશે. જેઓ અંગ્રેજી જાણતા હોય તેઓ અત્યારે લાભ લઇ શકે છે. અહી ક્લિક કરો

Hypno Remedies