આ સાઈટ પ્રકાશિત કરવાનો હેતુ જ્યોતિષનું જ્ઞાન સામાન્ય માણસ સુધી માતૃભાષામાં સહેલાઈથી પહોંચાડવાનો છે. દરેક રાશી અને દરેક ગ્રહ, દરેક લગ્નના લક્ષણો વિષે લગભગ મોટાભાગની સાઈટ ઉપર માહિતી આપેલછે. તેથી તેને પુનરાવર્તિત કરવાના બદલે અહી જીવનના ખાસ પાસાઓ અને ઘટનાઓ પાછળ સંભવિત જવાબદાર જ્યોતિષ યોગ-નિયમો વિષે ચર્ચા કરી છે. ઉપરાંત જે જ્યોતિષ મિત્રો લકીરના ફકીર બની રહેવા માગતા ન હોય તેમના માટે જ્યોતિષ ની મૂળ માન્યતાઓ ને ફેર-વિચાર કરવા જેવી ફ્રેન્ક ચર્ચા અહી મળી રહેશે. લોભી જ્યોતિષીઓ દ્વારા 'કાલસર્પ દોષ, માંગલીક દોષ, નાડી દોષ, ગંડ દોષ, વિષ-કુંભ યોગ, આશ્લેષા દોષ, કેમદ્રુમ યોગ, ગુરુ-ચંડાળ યોગ જેવા ગ્રહયોગો વિષે ગેરસમજ અને ભય ફેલાવાતો અટકાવવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવા લેખ ની સાથે સાથે પ્રશ્ન-ઉત્તર વગેરે સેવા ઉપલબ્ધ કરાશે.


જેમને કુંડલી વાંચતા નથી આવડતું તેવા વાચકો પણ જ્યોતિષ નો લાભ લઇ તેમની સમસ્યાઓ ના ઉપાય જાણી શકે તે હતુથી સમસ્યાના વર્ણન ઉપરથી કયો ગ્રહ અશુભ બને અને તેને અશુભ ફળ આપતો રોકવા શું કરવું તે સમજાવવા પ્રયત્ન કરેલ છે અને આ રીતને અમારી વિશિષ્ટ મૌલિકતા કહી શકાય.

અમે અહીં ખોટી માન્યતાઓ અને જ્યોતિષ ને બહાને સામાન્ય લોકોને ડરાવવાની વૃત્તિની ટીકા કરીછે પણ તે માત્ર ચર્ચાના હેતુથી અને જ્યોતિષ શાસ્ત્રમાં શુદ્ધિ લાવવાના હેતુથી જ કરેલ છે. અમારો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિગત જ્યોતિશી અથવા પદ્ધતિ ને ઉતારી પાડવાનો હરગીજ નથી.