mantra

મંત્ર સાધના ની સફળતા માટે ની આવશ્યક બાબતો

પ્રાચીન સમયથી લઈને આજના આધુનિક યુગ સુધી મંત્ર ને જીવનના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે એક ઉપાયના રૂપમાં ઉપયોગ થતો આવ્યો છે. ટીવી ચેનલો ની વધતી લોકપ્રિયતાથી હવેતો એ પરિસ્થિતિ છે કે તમે એક પ્રશ્નની વાત કરો અને દસ માંથી એકાદ વ્યક્તિ તો જરૂર એવી નીકળી આવશે જે તમારા પ્રશ્ન નિરાકરણ માટે એક બે મંત્ર કે ટોટકા બતાવી દેશે...! ટીવી ઉપર દિવસ ભર એક નહીતો બીજા મહા પંડિતો જાત જાતના નુસખા બતાવતા રહે છે. અહીં મઝા ની વાત તો એ થાય છે કે આ બધા મંત્ર ટોટકા થી કોઈને કેટલો લાભ થયો હશે તે જાણવા આપણે પ્રયત્ન કરતા નથી. ટીવી વાળાઓ દુનિયા ભરના ભ્રષ્ટાચારના સમાચારો લઇ આવે છે પણ આ જ્યોતિષીઓ ની પોલ ખોલવા કોઈ પ્રોગ્રામ બનાવે તેવી શક્યતા નહીવત છે.. કારણ લોકો માં અંધવિશ્વાસ ફેલાતો હોય તો ફેલાય ..તેમની દર્શક સંખ્યા વધતી જવી જોઈએ ..એજ તેમના માટે મહત્વનું બની રહે છે.

હવે આપણે જો મંત્રની એક ઉપચાર તરીકે ની અસરકારકતા તપાસવી હોય તો નીચેના પ્રશ્નો ના ઉત્તર મેળવવા પ્રયાસ કરવો રહે.

  • શું જુદા જુદા પ્રશ્નોનું નિરાકરણ કોઈ એક જ મંત્રથી સમભવ હોઈ શકે ?
  • મંત્રમાં શક્તિ કેવી રીતે ઉદ્ભવે ?
  • મંત્રનો ઉપયોગ કરવાની સાચી પદ્ધતિ કઈ?
  • મંત્રના પ્રયોગમાં શું ખાસ મહત્વનું હોય છે?ઉચ્ચારણ નો ધ્વની, શાબ્દિક અર્થ, જાપનો લય કે પછી તેની વિશેષ વિધિ?
  • શું મંત્રના ઉપયોગ દ્વારા કર્મના ફળ માંથી કોઈ છટકી શકે ?
  • મંત્ર કોઈ સાધક દ્વારા આપવામાં આવે તેથી મંત્ર ની અસરકારકતા વધે છે ?

વળી, મંત્રના વિવિધ પ્રકાર છે. વેદોક્ત મંત્ર મહદ અંશે આધ્યાત્મિક અનુષ્ઠાનના અંગ હોય છે અને તેનો ઉપયોગ જે તે અનુષ્ઠાન સમ્પન કર્યા પછી જ કરવાનો હોય છે. આ મંત્ર જે તે ઉપનિષદ ના ઋષિ ની સુચના મુજબ ઉપયોગ કરવાનો હોય છે. આવા મંત્ર નો ઉપયોગ જે ગુરુજને તેને સિદ્ધ કર્યો હોય તેમની અનુકંપાથી પ્રાપ્ત કરવાનો હોય છે. અનુષ્ઠાન સમયે પાળવાની શરતો અને જે તે વિધિ-વિધાન મુજબ સાધના કરવી પડે છે. અથર્વવેદ થી જૂના વેદોમાં આવતા મંત્ર આધ્યાત્મિક ઉન્નતી માટેના જોવા મળે છે. જીવન ની રોજ બરોજની સમસ્યાઓના નિવારણ માટેના મંત્ર અથર્વવેદ પછીના ઉપનિષદ અને પુરાણો માં જોવા મળે છે.

કળીયુગના સાધકો અને માન્ત્રીકોએ લૌકિક ઉદ્દેશ્યોની પૂર્તિ માટે મંત્રોની રચના કરી. આ યુગમાં તામસિક શક્તિઓ ની સાધના શરુ થઇ અને તેમાં સામાન્ય સ્વાર્થ ની સાથે સાથે અન્યને નુકસાન કરવા જેવા તામસિક હેતુ માટેના મંત્ર શોધાયા. આવા મંત્રોની ખાસિયત એ હોય છે કે સામાન્ય માણસ પોતાના સંસારિક પ્રશ્નો માટે ઉપચાર તરીકે વિધિ વિધાન સિવાય મંત્ર નો ઉપયોગ કરી શકે છે. પ્રયોજન ની દ્રષ્ટિએ વેદિક મંત્રો ની તુલનામાં આ મંત્ર ઉતરતી કક્ષાના ગણાય છે. આવા મંત્રમાં - શાબર મંત્ર વગેરે આવે છે. વશીકરણ, મારણ, ઉચ્ચાટન જેવા મંત્ર તામસિક શ્રેણી માં આવે છે અને તેમાં કેટલીક વાર જે તે દેવતા ને હુકમ કરાતો હોય તેવી ભાષા વપરાય છે. મંત્ર બનાવનાર ગુરુ જે તે દેવતા કે શક્તિ ઉપર અધિપત્ય ધરાવતા હોય તેવી ભાવનાં આવા મંત્રોમાં જોવા મળે છે. આ લેખમાં આપણે આ પ્રકારના મંત્ર બાબત વાત કરી નથી. અહી આપણે સાત્વિક પ્રકારના વેદિક મંત્રની સાધના વિષે વાત કરી છે.

સમસ્યા અનેક - મંત્ર એક

રામબાણ ઉપાય જેવો એક જ મંત્ર બધી જાતની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રભાવી હોઈ શકે તે બાબતને રદીયો આપવા માટે આપની કોમન સેન્સ થી વિશેષ બુદ્ધિની જરૂર પડે તેમ નથી. અગર મંત્ર માં શક્તિ હોય તો પછી તેનો ઉપયોગ નિશ્ચિત જ હોવો જોઈએ.

કારણ-અસર નાં સિદ્ધાંતને આપણે જ્યારે સ્વીકારીએ છીએ ત્યારે આપણે એ પણ માની લેવું પડશે કે સમસ્યાના ઉપચાર માટે સમસ્યા નાં કારણને જાણવું પડશે અને પછી તેને ઉલટાવી શકે તેવી અસર દ્વારા જ તેનો ઉપાય થઇ શકે.

આપણે જાણીએ છીએ કે દરેક સમસ્યાના ઉદ્ભવ માટે એક જવાબદાર કારણ હોય છે અને આથીજ જે તે સમસ્યાને દૂર કરવા માટે એવો ઉપાય કરવો પડે કે જે તે જવાબદાર કારણ ને નિર્મૂળ કરે. હવે જો કોઈ મંત્ર ઠીન્ગણા વ્યક્તિ ની ઊંચાઈ વધારવા માટે અસરકારક હોય તો તે જ મંત્ર કેન્સર મટાડવા કામમાં આવી શકે નહિ. એક જ મંત્રથી વૃદ્ધિ અને વૃદ્ધિનો અટકાવ - બંને સંભવ હોઈ શકે નહિ.

આજ કારણથી, મને હિંદુ ધર્મ પ્રત્યે ઘણું માન હોવા છતાં 'મહા-મૃત્યુંન્જય' , ગાયત્રી મંત્ર વગેરે મંત્રો ને કોઈ પણ બાબત માટે અમોઘ ઉપાય તરીકે હું નમ્રપણે અસ્વીકાર કરું છું.

હું માનું છું કે વેદિક મંત્ર ની આધ્યાત્મિક ઉન્નતી કારક તરીકે ની પવિત્રતા અને મોભો યથા યોગ્ય રીતે જળવાઈ રહેવો જોઈએ અને તેની ભલામણ 'નોકરી મેળવવા કે સંતતિ જન્મ' જેવી સાવ તુચ્છ સંસારિક અને ઐહિક બાબતો માટે થવી જોઈએ નહિ. આધ્યાત્મિક અને લૌકિક મંત્રો ની ખાસ લાક્ષણિકતા ની કદર કરવી રહી. લૌકિક બાબતો માટે વેદિક મંત્રોનો પ્રયોગ કરવો અને કરાવવો બંને એક પ્રકારનો વ્યભીચાર ગણાવવો જોઈએ.

મંત્ર પ્રયોગ માટે ની પૂર્વ શરતો :